owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

શૈક્ષણિક પુરસ્કાર યોજના 2021-22

શૈક્ષણિક પુરસ્કાર યોજના

v  ગુજરાત શ્રમયોગી બોર્ડ દ્વારા જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હાથ ધરવામાં આવે છે તે અંતર્ગત..,

v   શ્રમયોગીઓના બાળકોને ભણવામાં ઉત્સાહ ઉમંગ વધે અને,

v   તે થકી ઉચ્ચ શિક્ષણ મળે તે માટે પ્રોત્સાહન આપવા શૈક્ષણિક પુરસ્કાર યોજના અમલમાં મુકેલ છે.

v  આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના / સંસ્થામાં કામ કરતા શ્રમયોગીઓના બાળકોને જ આપવામાં આવશે

v   શ્રમયોગીઓના બાળકો ધોરણ ૧૦ તથા

v   ધોરણ ૧૨ માં ૭૦ કે તેથી વધુ પર્સંટાઇલથી ઉત્તિર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પુરસ્કાર( સહાય ) મળશે.

રોકડ પુરસ્કાર :

v   ધોરણ-૧૦ રૂ. ૨૫૦૦/-

v   ધોરણ-૧૨ રૂ. ૫૦૦૦/-

અરજી કરવાની તારીખ

v  ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.

v  અધુરા દસ્તાવેજ / અધુરી વિગતે ખોટી વિગતે નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી પત્રક દક્તરે કરવામાં આવશે.

v   માર્કશીટમાં દર્શાવેલ વિદ્યાર્થીના નામનો જ ચેક આપવામાં આવશે.

 

જરૂરી પુરાવા

v માર્કશીટની નકલ સ્વયં પ્રમાણીત કરી બીડવાની રહેશે .

v વિદ્યાર્થીના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ

v વિધ્યાર્થીના આધાર કાર્ડની નકલ

v શ્રમયોગીના આધારકાર્ડની નકલ

v છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફર ફંડ ભર્યાની રસિદની નકલ

ફૉર્મ કયા જમા કરવું

Ø  સરનામું : ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ " શ્રમયોગી કલ્યાણ ભવન "  

" જી ' કોલોની , પાણીની ટાંકી સામે , સુખેરામનગર , અમદાવાદ -૩૮૦૦૨૧ ગુજરાત

Ø  ફોન નં : ૦૭૯-૨૨૭૭૩૩૦૪-૦૫-૦૬ ફેક્સ નં : ૦૭૯-૨૨૭૭૩૩૦૫

Ø   https://glwb.gujarat.gov.in

 

 

 

  

No comments:

Post a Comment