ઓક્ટોમ્બર-૨૦૨૪ કપાસ પાક - કૃષિ રાહત પેકેજ(કપાસ)
સરકારશ્રી દ્વારા ઓક્ટોમ્બર-૨૦૨૪ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ નુકશાની અન્વયે કપાસ પાક માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે,જેમાં નીચે જણાવેલ તમામ ગામોનો સમાવેશ થયેલ છે.જેથી વર્ષ:૨૦૨૪-૨૫ માં ખરીફ ઋતુમાં જે ખેડૂતોએ કપાસ પાકનું વાવેતર કરેલ હોય અને તેમાં ૩૩% થી વધુ નુકશાની હોય માત્ર તેવા ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર છે.આ સહાય મેળવવા માટે તા.૦૨/૦૯/૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ(KRP) પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેની ઉપલેટા તાલુકાના તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવી......
અરજી માટે જરૂરી આધાર પુરાવા :-
(૧) તલાટીનો વાવેતરનો દાખલો(વર્ષ:૨૦૨૪-૨૫ કપાસ)
(૨) ૭/૧૨ ૮ અ
(૩) આધારકાર્ડની નકલ
(૪) બેંક પાસબુકની નકલ
(૫) ના વાંધા અંગેનો સંમતી પત્ર(સંયુક્ત નામ હોય તો)
નોંધ :- જે ખેડૂત ખાતેદારોએ ગત વર્ષ : ૨૦૨૪-૨૫ માં જાહેર થયેલ ઓગસ્ટ-સપ્ટેમ્બરના કૃષિ રાહત પેકેજમાં સહાય મેળવેલ હોય તેઓની ઉપરોક્ત પેકેજમાં સહાય મળવાપાત્ર રહેશે નહિ...
SDRF ના નિયમ મુજબ 33 ટકા કે તેથી વધુ નુકસાન થયેલ ખેડૂતોને સહાય આપવામાં આવશે.
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
રાજ્યના ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર ખેડૂતોને આ પેકેજનો લાભમળવાપાત્ર થશે.